ચહેરા પરની કરચલીઓ, ડાઘ, ધબ્બા અને ખીલ ને દુર કરો, માત્ર આ ૮ વાતો નુ ધ્યાન રાખો

કરચલીઓ દેખાવથી મોટી ઉમર દેખાવા થી પરેશાન છે?, તો પછી આ ૮ વસ્તુઓ તમારા કામની છે …

સૌ પ્રથમ ખાંટુ, ફરસાણ, તીખું, ભારે, પાચન કરવામા મુશ્કેલ પડે એવું અને મરચું-મસાલેદાર ખોરાકને ખાવાનું બંધ કરો.

પાણી નું ખુબ સેવન કરવુ જેનાથી તમારુ લોહી ચોખ્ખું રહેશે, લોહી ખરાબ થવાને કારણે આ પ્રકારના રોગ થતા હોય છે.

જાયફળને પાણી અથવા દૂધમા ઘસીને ઓગળી દો અને આ પેસ્ટ ને ચહેરા પર લગાવો.

હળદર પાવડર, ચણાનો લોટ અને મુલતાની માટી ને સમાન માત્ર મા મિક્સ કરો અને તેને પાણીમા પલાળી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ને ચહેરા પર લગાવો. ત્યારબાદ અડધો કલાક પછી પાણીથી ધોઈ નાખો.

ગાયના દૂધમા એલોવેરા ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ને અડધા કલાક માટે ચહેરા પર લગાવો. તે પછી પાણીને પાણીથી સાફ કરો.

આ જ રીતે ચંદન ના લેપ નો પ્રયોગ પણ કરી શકાય છે.

સવારે ખાલી પેટે તાજા મૂળો અને તેના નરમ પાંદડા ચાવવા. થોડી મૂળો પીસી અને ચહેરા પર લગાવો. આ બંને પ્રયોગો એક મહિના માટે નિયમિત કરો પછી તફાવત જુઓ.

આદુને છીણી પેસ્ટ તૈયાર કરો પછી ચહેરા પર લગાવો અને એક કે બે કલાક માટે રાખી મુકો. પછી પાણીથી ધોઈ નાખો અને પછી તેના પર નાળિયેરનુ તેલ લગાવો. થોડા દિવસો માટે આમ કરવાથી, બધી કરચલીઓ, ઘા અને ડાઘ કે ધબ્બા દૂર થઈ જાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!